ભારત મા વાપરવામાં આવતુ સૌથી લોકપ્રીય e-wallet જો કોઈ હોય તો એ છે પે-ટીએમ ( Paytm Wallet ). પે-ટીએમ ને રોજબરોજના મોબાઈલ અને DTH રીચાર્જ માટે સરળતાથી ઉપયોગ કરી શકો છો. મે જયારે December 2016 મા મારી પહેલી Bike YAMAHA FZ-FI Ver 2.0 નું પેમેન્ટ પે-ટીએમથી કર્યું ત્યારે મને 4000 રૂપિયા Paytm દ્વારા Cash Back થયેલા. આટલું મોટું Discount તો મને કોઈ યામાહા નો Distributor પણ આપવા તૈયાર ના હતો. How To Use Paytm Wallet Step By Step Gujarati Guide મા આપણે sign up process, મોબઈલ રીચાર્જ અને How to Generate Paytm QR Code વિષે જોઇયે.
Paytm Jio Prime Offer - 1. મેળવો 10 રૂપિયા Cash Back 99 રૂપિયાના જીયો પ્રાઈમ મેમ્બરશીપ પર કુપન કોડ મા લખો "JIOPRIME" 2. મેળવો 381* રૂપિયાના ફાયદા 303 રૂપિયાના જીયો 4G ડેટા પેક પર કુપન કોડ મા લખો "PAYTMJIO"
મે 2014 થી Paytm વાપરવનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી ઓનલાઈન પેમેન્ટની બાબતમાં મને ક્યારે પણ મુશ્કેલી આવી નથી. પે-ટીએમ પર ચાલતી વિવિધ Offers ના કારણે મને હજારો રૂપિયા Cash Back ના સ્વરૂપમા મળી ચુક્યા છે.
પે-ટીએમ વોલેટ ના વિવિધ ઉપયોગો - Paytm Accepted Here
- દરેક કંપનીના મોબાઈલ રીચાર્જ ( Prepaid કે Postpaid )
- દરેક કંપનીના DTH રીચાર્જ
- ઘણીખરી Retail Shops ( દુકાનો ) મા પે-ટીએમ Accept કરે છે.
- કેટલા બધા પેટ્રોલ પંપ પર Paytm Wallet થી Pay કરી શકો છો.
- બસ ટ્રાવેલ્સની ટીકીટ બુકીંગ
- વીજળી, ટેલિફોન, ગેસ નું બીલ પેમેન્ટ
- Movies ટીકીટ બુકીંગ
- Bikes અને Car માટે પણ પે-ટીએમથી પેમેન્ટ કરી શકાય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ નોટબંધી જેવો Historic નિર્ણય લીધો ત્યારથી Online Payment અને Cashless Transaction એ દરેક યુવા પેઢી માટે પાયાની જરૂરીયાત બની ગઈ છે. અને Goverment પણ Digital Economy ને પ્રોત્સાહન આપે છે. તો આજે જ Paytm ના એકાઉન્ટ માટે sign-up કરો.
Social Media પર આવેલા એક રમુજ પ્રમાણે " Paytm એટલે Pay To Modi "
હા હા આતો એક રમુજ જ છે ખરેખર તો Paytm એ દિલ્હી-નોઇડા based company છે અને " Paytm એટલે Pay Through Mobile "
How To Use Paytm Wallet Step By Step Gujarati Guide - પેટીએમ એકાઉન્ટ બનાવો
Create Paytm New Account Here - પે-ટીએમ માટે sign up કરવા બસ તમારે મોબાઇલ નંબર ની જરૂર પડશે. Can i Create Paytm Account Without Mobile Number? - Answer is NO

તમારા મોબાઈલ પર આવેલા OTP ને verify કરી Create your Paytm Wallet પર કલીક કરો.

Congratulations. તમારું પે-ટીએમ વોલેટ તૈયાર છે. આટલું સરળ છે.
How To Use Paytm App Step By Steps Guide - પેટીએમ મોબાઈલ એપ ના વિવિધ ઉપયોગો
તમે Paytm Mobile App પરથી પણ sign up કરી શકો છો. અત્યારે જ Download કરો.

મોબઈલ એપ દ્વારા તમે તમારા મિત્રને કે દુકાનદારને પૈસા મોકલી શકો છો. તમારા paytm wallet મા પૈસા જમા કરી શકો છો. પેટીએમ વોલેટની પાસબુક જોઈ શકો છો. અને તમારા paytm wallet મા રૂપિયા સ્વીકારી પણ શકો છો.

મોબાઈલ નંબર થી અથવા QR Code Scan કરી દુકાનદારને પેમેન્ટ મોકલી શકો છો.

તો ચાલો પે-ટીએમથી મોબાઈલ રીચાર્જ કેટલું સરળ અને જડપી છે એ પણ જોઇયે - How To Use Paytm First Time?
બસ મોબાઈલ નંબર નાખતાની સાથેજ પે-ટીએમ એની કંપની ને લગતા વિવિધ પ્લાનસ બતાવે છે. જેવા કે Best Offers, Full Talktime, 3G/4G Data, Top Up અને Special Recharge. એટલે કે તમે મોબાઈલ બેલેન્સ અથવા તમારી મનગમતી સ્કીમ કરાવી શકો છો.

પે-ટીએમ પર ચાલતા વિવિધ Offers જેવા કે cash back offers, લકી ડ્રો offers ના Coupon માંથી તમને પસંદ કુપન Have a coupon? મા લખી આગળ વધો.

Paytm Tips - પેટીએમથી કોઇપણ રીચાર્જ કે ખરીદી કરવા માટે Paytm Wallet મા બેલેન્સ ( પૈસા ) રાખવાની જરૂર હોતી નથી.

Paytm various payment methods - પે-ટીએમ પર વિવિધ પૈસા ચુકવવાની રીત
- Debit / Credit Card - તમામ બેંકના ડેબીટ અને ક્રેડીટ કાર્ડ
- Net Banking - ઓનલાઈન બેન્કીંગથી પેમેન્ટ
- UPI - ભારત સરકાર દ્વારા માન્ય યુંનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ
જેમકે હું ક્રેડીટ કાર્ડ થી પેમેન્ટ કરું છુ તો એની બધી માહિતી ભરી Pay Now પર કલીક કરો.
અને હા OTP પણ verify કરાવવો જરૂરી છે.

Congratulations તમારા પહેલા મોબાઈલ રિચાર્જ માટે. જેવું તમારું પેમેન્ટ થશે એવુજ તમારા મોબાઈલ પર બેલેન્સ થયાનો massage આવી જશે. છે ને એકદમ સરળ અને જડપી!!! આ તો થઇ ખાલી રિચાર્જની વાત પણ Paytm Wallet તો તમે નીચે દર્શાવેલ photos માંથી કોઈપણ માટે પેટીએમ નો ઉપયોગ કરી શકો છો.

દુકાનદારો માટે - પેટીએમ થી પૈસા સ્વીકારવા - How To Generate Paytm QR Code for Shopkeepers
તમે પણ તમારી નાની કે મોટી દુકાન માટે પેટીએમ દ્વારા વિના મુલ્યે રૂપિયા સ્વીકારી શકો છો બસ એના માટે તમારે QR Code generate કરવાનો રહેશે. આ માટે paytm for shopkeepers પર જઈ લોગ ઈન કરો. બસ ૧-૨-૩ સ્ટેપમા QR Code મેડવો.

તમારી દુકાન અથવા business ને લગતી માહિતી ભરી આગળ વધો.

Congratulations હવે તમે પેટીએમ થી રૂપિયા સ્વીકારવાનું ચાલુ કરી શકો છો. તમારા ગ્રાહકો પેટીએમની મોબાઈલ એપ દ્વારા QR Code Scan કરી તમને પેમેન્ટ મોકલી શકશે. અથવા તો મોબાઈલ નંબર પર પેટીએમ થી transfer કરી શકે છે.
Paytm Wallet to Bank Account Transfer Charges - પેટીએમ વોલેટ પર લાગતા વિવિધ ચાર્જ
- પેમેન્ટ સ્વીકારવા પર - 0%
- બેંક એકાઉન્ટ મા જમા કરાવવા પર - 0%
- એક સમયે 5000 સુધી અને મહીને 20000 રૂપિયા સુધી પેટીએમ વોલેટ થી બેંક મા જમા કરી શકો છો.
- જો દુકાનદારો એ પેટીએમ થી સીધા બેંક મા જમા કરાવવા નો option કર્યો હોય તો રોજના 20000 સુધી અને મહીને 50000 રૂપિયા ની લીમીટ છે. આ પેમેન્ટ રોજબરોજ બેંક મા જમા થઇ જાશે.
- જો ઉપરની લીમીટ કરતા તમારે વધારે વપરાશ રહેતો હોય તો તમે વિના મુલ્યે પેટીએમ વોલેટ upgrade પણ કરાવી શકો છો.
- એટલે કે paytm wallet એકદમ Free મા વાપરી શકો છો.
No comments:
Post a Comment