Saturday, 25 March 2017

How To Use Paytm Wallet Step By Step Gujarati Guide

ભારત મા વાપરવામાં આવતુ સૌથી લોકપ્રીય e-wallet જો કોઈ હોય તો એ છે પે-ટીએમ ( Paytm Wallet ). પે-ટીએમ ને રોજબરોજના મોબાઈલ અને DTH રીચાર્જ માટે સરળતાથી ઉપયોગ કરી શકો છો. મે જયારે December 2016 મા મારી પહેલી Bike YAMAHA FZ-FI Ver 2.0 નું પેમેન્ટ પે-ટીએમથી કર્યું ત્યારે મને 4000 રૂપિયા Paytm દ્વારા Cash Back થયેલા. આટલું મોટું Discount તો મને કોઈ યામાહા નો Distributor પણ આપવા તૈયાર ના હતો. How To Use Paytm Wallet Step By Step Gujarati Guide મા આપણે sign up process, મોબઈલ રીચાર્જ અને How to Generate Paytm QR Code વિષે જોઇયે.


Paytm Jio Prime Offer - 1. મેળવો 10 રૂપિયા Cash Back 99 રૂપિયાના જીયો પ્રાઈમ મેમ્બરશીપ પર કુપન કોડ મા લખો "JIOPRIME" 2. મેળવો 381* રૂપિયાના ફાયદા 303 રૂપિયાના જીયો 4G ડેટા પેક પર કુપન કોડ મા લખો "PAYTMJIO"


મે 2014 થી Paytm વાપરવનું ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી ઓનલાઈન પેમેન્ટની બાબતમાં મને ક્યારે પણ મુશ્કેલી આવી નથી. પે-ટીએમ પર ચાલતી વિવિધ Offers ના કારણે મને હજારો રૂપિયા Cash Back ના સ્વરૂપમા મળી ચુક્યા છે.



પે-ટીએમ વોલેટ ના વિવિધ ઉપયોગો - Paytm Accepted Here


  • દરેક કંપનીના મોબાઈલ રીચાર્જ ( Prepaid કે Postpaid )

  • દરેક કંપનીના DTH રીચાર્જ

  • ઘણીખરી Retail Shops ( દુકાનો ) મા પે-ટીએમ Accept કરે છે.

  • કેટલા બધા પેટ્રોલ પંપ પર  Paytm Wallet થી Pay કરી શકો છો.

  • બસ ટ્રાવેલ્સની ટીકીટ બુકીંગ

  • વીજળી, ટેલિફોન, ગેસ નું બીલ પેમેન્ટ

  • Movies ટીકીટ બુકીંગ

  • Bikes અને Car માટે પણ પે-ટીએમથી પેમેન્ટ કરી શકાય છે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ નોટબંધી જેવો Historic નિર્ણય લીધો ત્યારથી Online Payment અને Cashless Transaction એ દરેક યુવા પેઢી માટે પાયાની જરૂરીયાત બની ગઈ છે. અને Goverment પણ Digital Economy ને પ્રોત્સાહન આપે છે. તો આજે જ Paytm ના એકાઉન્ટ માટે sign-up કરો. 




Social Media પર આવેલા એક રમુજ પ્રમાણે " Paytm એટલે Pay To Modi "



હા હા આતો એક રમુજ જ છે ખરેખર તો Paytm એ દિલ્હી-નોઇડા based company છે અને " Paytm એટલે Pay Through Mobile "



How To Use Paytm Wallet Step By Step Gujarati Guide - પેટીએમ એકાઉન્ટ બનાવો


Create Paytm New Account Here - પે-ટીએમ માટે sign up કરવા બસ તમારે મોબાઇલ નંબર ની જરૂર પડશે. Can i Create Paytm Account Without Mobile Number? - Answer is NO


paytm create new account


તમારા મોબાઈલ પર આવેલા OTP ને verify કરી Create your Paytm Wallet પર કલીક કરો.


how to use paytm first time


Congratulations. તમારું પે-ટીએમ વોલેટ તૈયાર છે. આટલું સરળ છે. 



How To Use Paytm App Step By Steps Guide - પેટીએમ મોબાઈલ એપ ના વિવિધ ઉપયોગો


તમે Paytm Mobile App પરથી પણ sign up કરી શકો છો. અત્યારે જ Download કરો.


How To Use Paytm App Step By Steps Guide


મોબઈલ એપ દ્વારા તમે તમારા મિત્રને કે દુકાનદારને પૈસા મોકલી શકો છો. તમારા paytm wallet મા પૈસા જમા કરી શકો છો. પેટીએમ વોલેટની પાસબુક જોઈ શકો છો. અને તમારા paytm wallet મા રૂપિયા સ્વીકારી પણ શકો છો.


How To Use Paytm App


મોબાઈલ નંબર થી અથવા QR Code Scan કરી દુકાનદારને પેમેન્ટ મોકલી શકો છો.


paytm money transfer to friend


તો ચાલો પે-ટીએમથી મોબાઈલ રીચાર્જ કેટલું સરળ અને જડપી છે એ પણ જોઇયે - How To Use Paytm First Time?


બસ મોબાઈલ નંબર નાખતાની સાથેજ પે-ટીએમ એની કંપની ને લગતા વિવિધ પ્લાનસ બતાવે છે. જેવા કે Best Offers, Full Talktime, 3G/4G Data, Top Up અને Special Recharge. એટલે કે તમે મોબાઈલ બેલેન્સ અથવા તમારી મનગમતી સ્કીમ કરાવી શકો છો.


how to use paytm wallet for mobile recharge


પે-ટીએમ પર ચાલતા વિવિધ Offers જેવા કે cash back offers, લકી ડ્રો offers ના Coupon માંથી તમને પસંદ કુપન Have a coupon? મા લખી આગળ વધો.


how to use paytm coupon code


Paytm Tips - પેટીએમથી કોઇપણ રીચાર્જ કે ખરીદી કરવા માટે Paytm Wallet મા બેલેન્સ ( પૈસા ) રાખવાની જરૂર હોતી નથી.


add money to paytm wallet



Paytm various payment methods - પે-ટીએમ પર વિવિધ પૈસા ચુકવવાની રીત


  • Debit / Credit Card - તમામ બેંકના ડેબીટ અને ક્રેડીટ કાર્ડ

  • Net Banking - ઓનલાઈન બેન્કીંગથી પેમેન્ટ

  • UPI - ભારત સરકાર દ્વારા માન્ય યુંનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ

જેમકે હું ક્રેડીટ કાર્ડ થી પેમેન્ટ કરું છુ તો એની બધી માહિતી ભરી Pay Now પર કલીક કરો.


અને હા OTP પણ verify કરાવવો જરૂરી છે.


How can I add money to Paytm Wallet?


Congratulations તમારા પહેલા મોબાઈલ રિચાર્જ માટે. જેવું તમારું પેમેન્ટ થશે એવુજ તમારા મોબાઈલ પર બેલેન્સ થયાનો massage આવી જશે. છે ને એકદમ સરળ અને જડપી!!!  આ તો થઇ ખાલી રિચાર્જની વાત પણ Paytm Wallet તો તમે નીચે દર્શાવેલ photos માંથી કોઈપણ માટે પેટીએમ નો ઉપયોગ કરી શકો છો.


paytm accepted here



દુકાનદારો માટે - પેટીએમ થી પૈસા સ્વીકારવા - How To Generate Paytm QR Code for Shopkeepers


તમે પણ તમારી નાની કે મોટી દુકાન માટે પેટીએમ દ્વારા વિના મુલ્યે રૂપિયા સ્વીકારી શકો છો બસ એના માટે તમારે QR Code generate કરવાનો રહેશે. આ માટે paytm for shopkeepers પર જઈ લોગ ઈન કરો. બસ ૧-૨-૩ સ્ટેપમા QR Code મેડવો.


paytm for shopkeepers


તમારી દુકાન અથવા business ને લગતી માહિતી ભરી આગળ વધો.


how to generate paytm qr code for shop


Congratulations હવે તમે પેટીએમ થી રૂપિયા સ્વીકારવાનું ચાલુ કરી શકો છો. તમારા ગ્રાહકો પેટીએમની મોબાઈલ એપ દ્વારા QR Code Scan કરી તમને પેમેન્ટ મોકલી શકશે. અથવા તો મોબાઈલ નંબર પર પેટીએમ થી transfer કરી શકે છે.



Paytm Wallet to Bank Account Transfer Charges - પેટીએમ વોલેટ પર લાગતા વિવિધ ચાર્જ


  • પેમેન્ટ સ્વીકારવા પર - 0%

  • બેંક એકાઉન્ટ મા જમા કરાવવા પર - 0%

  • એક સમયે 5000 સુધી અને મહીને 20000 રૂપિયા સુધી પેટીએમ વોલેટ થી બેંક મા જમા કરી શકો છો.

  • જો દુકાનદારો એ પેટીએમ થી સીધા બેંક મા જમા કરાવવા નો option કર્યો હોય તો રોજના 20000 સુધી અને મહીને 50000 રૂપિયા ની લીમીટ છે. આ પેમેન્ટ રોજબરોજ બેંક મા જમા થઇ જાશે.

  • જો ઉપરની લીમીટ કરતા તમારે વધારે વપરાશ રહેતો હોય તો તમે વિના મુલ્યે પેટીએમ વોલેટ upgrade પણ કરાવી શકો છો.

  • એટલે કે paytm wallet એકદમ Free મા વાપરી શકો છો.


How To Use Paytm Wallet Step By Step Gujarati Guide મા આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો આ Gujarati Margdarshan ને 5-Star રેટીંગ આપવા વિનંતી.

Sunday, 19 March 2017

Google Adsense Login Step by Step Guide With Fast Approval

મીત્રો, શુ તમે જાણો છો કે ઇન્ટરનેટ પર available કરોડો વેબસાઇટની આવક નો મુખ્ય શ્રોત ક્યો છે? આટલી બધી વેબસાઇટ પર Free માં માહિતી મળે છે તો એમા વેબસાઇટના માલીક (owner) ને શુ ફાયદો થાય છે? શુ હું પણ આ બધી વેબસાઇટના owner ની જેમ Online રૂપીયા કમાઈ શકુ છુ? આ બધા સવાલનો એક જ જવાબ છે Google Adsense ( ગુગલ એડસેંસ ). Google Adsense Login Step by Step Guide With Fast Approval Trick 2017 મા એડસેંસ એકાઉન્ટ માટે sign up કરીયે.



What is google adsense and how to make money? ગુગલ એડસેંસથી ઘરે બેસીને Online પૈસા કમાવો.


Adsense એ ગૂગલ Advertising (જાહેરાત) નેટવર્ક નો એક ઇન્ટરનેટની દુનીયાનો પ્રખ્યાત (program) પ્રોગ્રામ છે. ઘરે બેસીને વેબસાઇટ કે બ્લોગ દ્વારા Online પૈસા કમાવવા માટે દરેક Blogger ની પહેલી પસંદ છે. Google Adsense તમારી વેબસાઇટ પર contextual ads ( વેબસાઇટ પર લખવામાં આવેલા Article આધારીત જાહેરાત )  બતાવે છે. જયારે બિજા યુઝર તમારી વેબસાઇટ પર ગૂગલ દ્વારા પ્રર્દશીત જાહેરાત પર ક્લીક કરશે તો તમે પૈસા કમાઈ શકો છો. કેટલા? ક્યા સુધી? કેવી રીતે? આગળ વાંચતા રહો.


મારા Android Blog India બ્લોગ પર ગૂગલ એડસેંસ દ્વારા થયેલા આવકના Report ને કરવા માગુ છું. ( Google Adsense Desktop screenshot )


google adsense earning report


હજુ તો બ્લોગ launch કર્યાને થોડા મહિના જ થયા છે ત્યા આટલા ડોલર મારા adsense એકાઉન્ટમા જમા થયા છે. અને દિવસેને દિવસે આ earning માં વધારો થતો જાય છે. તો Online પૈસા કમાવવા માટે મે બસ મારા એન્ડ્રોઇડ બ્લોગ પર Article લખ્યા અને બેઠી આવક Google Adsense Ads દ્વારા થવા લાગી. છે ને એકદમ simple, તમે પણ Blogging ( રેગ્યુલર સારા Article Publish કરવા ) ને તમારો Online income નો source બનાવી શકો છો.



How much money can I make from Google AdSense? ગુગલ એડસેંસ થી કેટલા પૈસા બનાવી શકાય?


ગુગલ એડસેન્સ પર પૈસા કમાવવા માટેની કોઇ લીમીટ નથી. સારા Article અને વધારે traffic વાળી વેબસાઇટ એક દિવસના 100$ કરતા પણ વધારે ડોલર કમાઈ શકે છે. આ scenario પર Monthly income કેટલા થાય જોવુ છે!


100$ x 30 = 3,000$ એટલે કે 3,000$ x 70 = Rs. 2,10,000 / month અને Yearly પેકેજ 2,10,000 x 12 = Rs. 25,20,000!!!


વેલ, આ કોઇ મનગણન આંકળાની ગણતરી નથી. આ છે internet પર available સારી વેબસાઇટની આવક. અને આવી કેટલી વેબસાઇટને Google Adsense ઉપરની રકમ કરતા પણ ઘણી વધારે રકમ ચુકવી રહી છે. 2015 માં ગુગલ એડસેંસ 10 બિલિયન ડોલર એટલે કે 10 અબજ ડોલર એમના publishers ને આપી ચુકી છે!!! પણ, Google Adsense Ad પ્રોગામ ના નીયમો (Policy) એકદમ strict ( ચુસ્ત ) છે.  Adsense સારી ગુણવતા ધરાવતા Article ની વેબસાઇટ ને જ Ads Serving માટે Approve કરે છે.


મીત્રો, આ જ સમય છે Blogging business સ્ટાર્ટ કરવનો અને ઓનલાઇન Earning ની દુનીયામાં જમ્પલાવવાનો. તો આજે જ તમારી પહેલી વેબસાઇટ/બ્લોગ બનાવો અને તમારી writing skill જગાવી Free મા Google Adsense સાથે જોડાઇને ઘરે બેસીને online પૈસા કમાવો.



Check List Before Applying For Adsense - Foolproof Plan to get Faster Google Adsense Approval Trick 2017


  • એક custom domain ( જેમકે www.mywebsite.com )

  • એક business e-mail id ( જેમકે support@mywebsite.com )

ઉપરના બંન્ને મુદા માટે ડ્રીમહોસ્ટ પરથી ત્રણ વર્ષ માટે Shared Hosting Plan મે Discount થતા $142.20 ડોલર મા ખરીદયુ. મારી Adsense Income જોતા આ રકમ તો હું થોડા જ સમયમાં કમાઈ લઇશ. વાંચો ડ્રીમહોસ્ટ સાથેનો મારો અનુભવ.



  • 10 જેટલા સારા Article કે જેની length 500 words કરતા વધારે હોય ( Article નુ લખાણ બિજે ક્યાયથી copy કરેલુ ના હોવુ જોઇયે )

  • તમારા લખાણને ( contain ) support કરે એવા photos/images પણ Article માં publish કરો.

  • ડાઉનલોડ માટે link તમારા Article માં share કરો. અથવા તો Article માટે Inspiration ક્યાથી મળી એ વેબસાઇટની link share કરો.

  • એક Contact page રાખો કે જ્યા તમારા official email, મોબાઇલ નંબર અને address વગેરેની માહીતી આપો જેથી કરીને કોઇપણ યુઝર તમારો contact આસાનીથી કરી શકે.

  • એક About page રાખો કે જ્યા તમારા વિશે intro લખો.

  • ઉપરના બધા points follow કર્યા પછી થોડા જ કલાકોમાં Adsense Approval/Review આવી જાશે. Proof માટે Screenshots નીચે share કર્યા છે. 

Google Adsense Login Step by Step Guide With Fast Approval Trick 2017 - એડસેંસ એકાઉન્ટ માટે free sign up કરીયે


Google Adsense Account Sign Up કરવા માટે અહી કલીક કરો. 


google adsense account sign up


તમારી વેબસાઇટનુ વેબએડ્રેસ તથા મુખ્ય ભાષા select કરો. ( જેમકે www.mywebsite.com - http:// વગર ). ત્યારબાદ Save and Continue પર ક્લીક કરો.


google adsense login step by step


Contact Information - તમારી personal details જેવી કે નામ, સરનામું, business e-mail, મોબાઇલ જેવી વિગત ભરી Adsense preference માં બધામાં Yes કરીને આગળ વધો.


google adsense tutorial for beginners


Adsense ના Terms & Conditions ( શરતો ) ને Yes કરી Accept કરો.


google adsense tutorial


હવે તમારે Business ઇ-મેઈલ verify કરાવવો પડશે. Google Adsense તરફથી આવેલા મેઈલ પર ક્લીક કરી verify કરો.


adsense approval trick 2017


E-mail મળ્યાનો સમય છે 19-3-1017 ના સવારે 8:10 AM. ( Adsense Approval Trick 2017 થી કેટલુ ફાસ્ટ Approve/Review થાય છે એ જોવા માટે )


how to get adsense approval fast


હવે એડસેંસ dashboard પર આપેલો Code તમારી વેબસાઇટ ના <head> tag પર મુક્વો પડશે. આ Code ને Copy કરી લો.


how to create adsense website


હવે તમારે Theme Header ( header.php ) file માં આ code Paste કરવાનો રહેશે.


આ માટે તમારી WordPress વેબસાઇટના Admin Account થી લોગ ઈન કર્યા બાદ Appearance > Editor પર ક્લીક કરો.


google adsense tutorial


નીચે screenshot માં દર્શાવ્યા પ્રમાણે select theme to edit માં તમે જે WordPress theme use કરતા હોય એ select કરી જમણી બાજુમાં આપેલા files ના નામ માંથી Theme Header ( header.php ) file ને select કરો. હવે તમારે copy કરેલો code <head> tag મા paste કરવાનો રહેશે.


google adsense tutorial step by step


Code ને paste કર્યા બાદ Update File પર ક્લીક કરો.


google adsense gujarati guide


Optional - જો તમે Cache Plugin જેવીકે WP Fastest cache, WP Super cache, W3 Total cache વગેરે યુઝ કરતા હોય તો Clear Cache જરૂરથી કરશો.


gujarati blog tips


હવે એડસેંસ dashboard પર I have pasted the code પર ક્લીક કરી Done કરો.


google adsense tutorial step by step


હવે Google Adsense તમારી application ને review કરવા માટે 3 દિવસનો સમય લાગશે એવું કેશે. પણ આપણે જોઇયે કે adsense approval trick 2017 થી review કેટલુ fast થાય છે.


how to get adsense approval fast


વેલ, review done. Adsense એ મને ઇ-મેઇલ 19-3-2017 ના સવારે 9:14 AM કરી દીધો. આ Proof છે કે adsense approval trick 2017 થી review બસ એક જ કલાકમા થઇ ગયો.


તમને જાણીને આશચર્ય થાશે કે Adsense એ મારી application approve કરી નહિ કેમકે google adsense ગુજરાતી ભાષાની વેબસાઈટ ને support કરતુ નથી. આટલું strict ( ચુસ્ત ) છે Adsense નીયમોને (Policy) લઈને. હાલ પુરતું ગુગલ એડસેંસ આટલીજ ભાષા support કરે છે.



Google Adsense Login Step by Step Guide With Fast Approval 2017 ગાઇડ મા આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો આ Gujarati Margdarshan ને 5-Star રેટીંગ આપવા વિનંતી.

Thursday, 16 March 2017

Snapdeal Affiliate Marketing Paisa Kamao Gujarati

એમેઝોન અને ફ્લીપકાર્ટની જેમ સ્નેપડીલ પણ અફિલીયેટ માર્કેટીંગ દ્વારા Online પૈસા કમાવવાની તક આપે છે. આ માર્કેટીંગ સાથે તમે વિના મુલ્યે Free માં જોડાઇ શકો છો. અને સ્નેપડીલ પ્રોડક્ટ તમારી વેબસાઇટ પર Promote કરવાથી તમને 15 ટકા સુધીનુ Commission પ્રતિ sale ( Product wise commission rate જાણવા માટે આગળ વાંચો ) આપવામાં આવે છે. Snapdeal Affiliate Marketing Paisa Kamao Gujarati ગાઇડમાં Picture દ્વારા step by step Snapdeal Affiliate Program Sign up કરી Commission Rate પર નજર કરીયે.



What is Affiliate Marketing? - અફિલીયેટ માર્કેટીંગ થી ઘેર બેસીને ઓનલાઇન પૈસા કમાવવા કઈ રીતે શ્ક્ય છે?

  1. Promote - Referral link તમારી વેબસાઇટ પર share કરો.

  2. Purchase Made by User - યુઝર આ Referral link પર કલીક કરીને ખરીદી કરે છે.

  3. Earn Commission - આ ખરીદી માટે તમને Commission આપવામાં આવે છે જે સીધુ તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે.

અફિલીયેટ માર્કેટીંગ આપણે એક ઉદાહરણ પરથી સમજીયે.


snapdeal affiliate review


ધારોકે તમે LG Fridge માટે તમારી વેબસાઈટ પર એક Article લખો છો જયા તમે LG Fridge સાથેના review અને અનુભવ share કરો છો અને તમારા યુઝરને Snapdeal referral link દ્વારા LG Fridge ખરીદવા માટે recommend કરો છો. જ્યારે કોઇ યુઝર આ referral link પર ક્લીક કરી Snapdeal પરથી ખરીદી કરશે તો તમને એનું Commission આપવામાં આવે છે.



તમે પણ પોતાની વેબસાઈટ સરળતાથી બનાવી શકો છો. જરૂર વાચો - વેબસાઈટ બનાવો અને પૈસા કમાવો

Snapdeal Affiliate Marketing Paisa Kamao Gujarati ગાઇડ


સર્વપ્રથમ આપણે Snapdeal Affiliate Marketing માટે sign up કરીયે.


snapdeal affiliate signup


ઈ-મેઈલ અને પાસવર્ડ દ્વારા સ્નેપડીલ અફિલીયેટ માર્કેટીંગ પર વિના મુલ્યે રજીસ્ટર કરાવી નવું એકાઉન્ટ બનાવો. તમારા ઈ-મેઈલ પર Snapdeal Associates દ્વારા આવેલા મેઈલ પર ક્લીક કરી તમારું એકાઉન્ટ કન્ફર્મ કરો.



તમને આ પણ વાંચવું ગમશે


Step by Step Snapdeal Affiliate Signup માટેની માહીતી ભરીયે


Account Details મા નીચે પ્રમાણે જરૂરી તમારી માહીતી ભરો


snapdeal affiliate signup



Snapdeal Affiliate માટે જરૂરી Payment અને TAX માહીતી ભરવી


તમારૂ જમા થયેલું affiliate commission સીધુ બેંક એકાઉન્ટમાં જમા કરવા માટે તમારે Bank Account details જેવી કે Beneficiary Name, Account number, IFSC Code વગેરે. ( આ બધી માહીતી તમારી પાસબુક પરથી મેળવી શકો છો ). આ ઉપરાંત PAN Card ની માહીતી આપવી પણ જરૂરી છે.


Important - Commission મેળવવા માટે PAN Card અને બેંકનો કેન્સલ ચેક ના photos મોબાઇલ દ્વારા લઇ અપલોડ કરવાના રહેશે.


snapdeal associates account


હવે તમે જે વેબસાઇટ પર Snapdeal Affiliate Marketing ની લીંક share કરવા માગતા હોય તેનું વેબએડ્રેસ લખો. 


સ્નેપડીલ હવે તમે ભરેલી માહીતી verify કરશે. જયારે Snapdeal Associates Account એકટીવ થાશે ત્યારે ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવસે.


Congratulations સ્નેપડીલથી પૈસા બનાવવા માટે હવે તમારુ એકાઉન્ટ તૈયાર છે. Snapdeal Affiliate Marketing Dashboard પર તમને કેટલું કમીશન જમા થયું અને તમારી referral link પર કેટલા ક્લીક થયા તે જોવા મળશે.



કોઈપણ Snapdeal Product માટે referral link generate કરવી


કોઈપણ પ્રોડક્ટ કે જે તમારી વેબસાઈટ પર Promote કરી online paisa બનાવવા માગતા હોય તે પ્રોડક્ટ સ્નેપડીલ ડેશબોર્ડ પર Search કરો. જેમકે PenDrive, ત્યારબાદ Get link પર ક્લીક કરવાથી snapdeal affiliate referral link generate થાશે. આ લીંકને copy-કોપી કરી લો.


snapdeal affiliate referral link


હવે તમારા મનગમતા Products માટે વેબસાઇટ પર સારા Articles, Reviews અને Experience Share કરો અને તમારા યુઝરને referral link દ્વારા Product ખરીદવા માટે Recommend કરો અને ghare betha snapdeal thi online paisa kamao.


snapdeal associates referral link



Snapdeal Affiliate Commission Rates as on March 2017 - Category wise Earnings


  • Snapdeal મોબાઈલ એપ ઇન્સ્ટોલ - 52Rs

  • મોબાઈલ અને ટેબલેટ - 3% સુધી

  • Electronics વસ્તુઓ ( TV, Computer ) - 2.5 થી 15% સુધી

  • Clothing ( કપડા ) - 14% સુધી

  • FMCG ( બ્યુટી અને હેલ્થ પ્રોડક્ટસ ) - 13% સુધી

  • Online Music અને Movies - 15% સુધી

Official Snapdeal Affiliate Commission Structure આખું તમને અહી જોવા મળી જશે.



Snapdeal Affiliate Marketing Paisa Kamao Gujarati ગાઇડ મા આપેલી માહીતી તમને પસંદ આવી હોય તો આ Gujarati Margdarshan ને 5-Star રેટીંગ આપવા વિનંતી.